Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સાથે ફોન પર કરી વાતચીત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઈદે ગઈકાલે ટેલિફોનિક વાતચીતમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. વાતચીત દરમિયાન કનેક્ટિવિટી, ઉર્જા અને સંરક્ષણ સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી.

    બંને નેતાઓએ પરસ્પર હિતના બહુપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ આ વર્ષે એપ્રિલમાં સુદાનથી જેદ્દાહ થઈને ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં સાઉદી અરેબિયાના સહકાર બદલ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો. તેમણે આગામી હજ યાત્રા માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ લેવામાં આવી રહેલી પહેલ માટે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ ભારતની મુલાકાત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
apply