ચક્રવાત બિપરજોય અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધ્યું
Live TV
-
આગામી 36 કલાક દરમિયાન ધીમે ધીમે વધુ તીવ્ર બનશે
પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન બિપરજોય છેલ્લા છ કલાક દરમિયાન બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યું છે. ચક્રવાત બિપરજોય ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 840 કિમી, મુંબઈથી 870 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ અને પોરબંદરથી 870 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં સમાન પ્રદેશ પર કેન્દ્રિત છે. તે આગામી 36 કલાક દરમિયાન ધીમે ધીમે વધુ તીવ્ર બનશે અને આગામી બે દિવસ દરમિયાન લગભગ ઉત્તર ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે.
ભારતીય હવામાન વિભાગેપૂર્વ મધ્ય, પશ્ચિમ મધ્ય અને દક્ષિણ અરબ સાગરમાં માછીમારીની કામગીરી સંપૂર્ણપણે સ્થગિત કરવા જણાવ્યું છે. તેમને આ મહિનાની 13મી તારીખ સુધી મધ્ય અરબી સમુદ્રમાં અને 12મીથી 14મી જૂન સુધી ઉત્તર અરબી સમુદ્રની આસપાસના વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
પૂર્વ મધ્ય, પશ્ચિમ મધ્ય અને દક્ષિણ અરબ સાગરમાં માછીમારો