પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ માટે ચીનના પ્રવાસે
Live TV
-
ચિનના પીએમ ઝીનપીંગ સાથે વુહાન શહેરમાં અલગ અલગ મુદ્દાઓ પર મંત્રણા કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે જવા રવાના થશે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી ચીનના રાષ્ટ્રપતિ શી ઝીનપીંગ સાથે મુલાકાત કરશે. દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય વિચારોના આદાનપ્રદાન સાથે બંને દેશો વચ્ચે પરસ્પર સંવાદને વેગ આપવા માટે પીએમ 27 અને 28 એપ્રિલે ચીનના વુહાન શહેરમાં એક અનૌપચારિક શિખર સંમેલનમાં ભાગ લેશે. તાજેતરમાં જ ચીનનો પ્રવાસ કરી ચૂકેલા વિદેશમંત્રી સુષમા સ્વરાજે આ મુલાકાત માટેની પૂર્વભૂમિકા તૈયાર કરી હતી.