CBSE બોર્ડની ઇકોનોમિક્સની પરીક્ષા ફરી લેવાઇ
Live TV
-
દેશભરમાં ચાર હજાર કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરાયું.
આજે દેશભરમાં 12માં ધોરણની CBSE બોર્ડની ઇકોનોમિક્સની પરીક્ષા ફરી લેવાઇ હતી. આ પરીક્ષા 26 મી માર્ચે લેવાઇ હતી. પરંતુ પેપર લીક થવાને કારણે CBSE એ તેને રદ કરી દીધી હતી. જે આજે ફરી લેવાઇ હતી. દેશભરમાં ચાર હજાર કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં 12માં ધોરણના લગભગ 6 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પેપર સાચુ હોવાથી વિદ્યાર્થીઓમાં પેપર આપ્યા બાદ ઉત્સાહ જોવા મળ્યો હતો.