પ્રધાનમંત્રી નવનિર્મિત વર્લ્ડક્લાસ મોપા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું ઉદધાટન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવનિર્મિત વર્લ્ડક્લાસ મોપા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું ઉદધાટન કરતા પહેલા પ્રવાસીઓની સુખસુવિધાની સગવડોનું નિરીક્ષણ કર્યું હતું. ગોવા પ્રવાસીઓ માટેનું ઉમદા સ્થળ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગોવા રાજ્યની મુલાકાત લે છે. જેથી પણજીથી 35 કિલોમીટર દૂર બીજુ એરપોર્ટ તેયાર થયું છે. પ્રધાનમંત્રીએ 13 નવેમ્બર,2016ના દિવસે આ એરપોર્ટ માટે ભૂમિપૂજન કર્યું હતું. આજે નવનિર્મિત એરપોર્ટનું ઉદધાટન કરી કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશભરના લોકોની માંગ હતી કે ગોવામાં એક એરપોર્ટથી કામ ચાલી શકે તેમ નથી અને ગોવાને બીજા એરપોર્ટની જરૂરિયાત છે. આ નવા એરપોર્ટથી પ્રવાસનને મોટો લાભ થનાર છે.. બે એરપોર્ટ થી કાર્ગો હબના રૂપમાં ગોવા માટે સંભાવનાઓ વધી ગઇ છે.