ગોવાના પણજીમાં 9મી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસના સમાપન સત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો
Live TV
-
ગોવાના પણજીમાં 9મી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસના સમાપન સત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. આ અવસરે પ્રધાનમંત્રીએ આયુર્વેદક્ષેત્રને મજબુત કરવાના ઉદેશથી આયોજીત આરોગ્ય એક્સપો-2022, પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવા, દિલ્હી અને ગાઝીયાબાદની રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓનું લોકાર્પણ કરીને કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, મને એ વાતની ખુશી છે કે દુનિયાના 30 થી વધુ દેશોએ આયુર્વદને ટ્રેડિશનલ મેડિસીન તરીકે માન્યતા આપી છે. આપણે સાથે મળીને તેનું ફલક વધુ દેશોમાં પ્રસરાવવાનું છે અને આયુર્વદને માન્યતા અપાવવાની છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગોવા, દિલ્હી અને ગાઝીયાબાદની આયુર્વેદ સંસ્થાઓ આયુષ હેલ્થકેર સિસ્ટમને નવી ગતી આપશે.