વિદેશમંત્રી આજે વારાણસીમાં કાશી તમિલ સંગમમની સેમિનારમાં સામેલ થયા
Live TV
-
વિદેશમંત્રી ડો. એસ.જયશંકર આજે વારાણસીમાં કાશી તમિલ સંગમમની સેમિનારમાં સામેલ થયા હતાં. તેમણે મંદિરોના મહત્વ પર જોર આપતા કહ્યું કે મંદિર માત્ર આપણી આસ્થા તેમજ પુજા અર્ચના નુ સ્થાન નથી પરંતુ તે જ્ઞાનનું કેન્દ્ર પણ છે. તેમણે ક્હયું કે મંદિર આપણી વિરાસત અને ઇતિહાસને સુરક્ષિત રાખે છે. જેથી મંદિરોનું વિશ્વ સ્તર પર સંરક્ષણ ની જરૂરિયાત છે. અને સરકાર તેના માટે પ્રતિબધ્ધ છે. તેમણે લોકોને આગ્રહ કર્યો હતો કે તેઓ દુનિયાભરમાં ભારતની સંસ્કૃતિ ને ઉત્તેજન આપે,, સરકાર પણ ભારતીય સંસ્કૃતિ ને દુનિયાભરમાં ઉત્તેજન આપવા સતત પ્રયાસરત છે.