પ્રધાનમંત્રી મોદીએ કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણામાં જનસભાને સંબોધી
Live TV
-
લોકસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ભારતના પ્રવાસે હતા. દક્ષિણ ભારતના પ્રવાસમાં પ્રધાનમંત્રીએ કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણામાં જનસભા સંબોધી હતી. કર્ણાટક અને તમિલનાડુના કોયમ્બટુરમાં પ્રધાનમંત્રીએ ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ પહેલા તેમણે શિમોગામાં રેલીને સંબોધન કર્યું હતું અને અહીં પણ તેમણે રોડ શો યોજ્યો હતો. પ્રધાનમંત્રીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલા જુઠા વચનો આપવામાં નિષ્ણાત છે. જયારે ગરીબ કલ્યાણ અને સામર્થ્યવાન ભારત બનાવવું એ ભાજપની પ્રાથમિકતા છે.
આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના જગતયાલમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રીએ અબકી પાર 400 કે પારના નારા સાથે વિપત્ર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું જે રીતે વિપક્ષ શક્તિના વિનાશમાં લાગેલું છે ત્યારે ભાજપ અને NDAએ મળીને શક્તિના શસ્ત્રીકરણને પ્રોત્સાહન આપી રહ્યા છે. મહિલા કલ્યાણ, ગરીબ કલ્યાણ અને યુવા કલ્યાણના કાર્યો સતત કરવામાં આવશે.