Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદી આજે ત્રણ નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે

Live TV

X
  • પ્રધાનમંત્રી આજે બપોરે 12:30 કલાકની આસપાસ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારે બપોરે 12:30 કલાકની આસપાસ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ અત્યાધુનિક ટ્રેનો પ્રધાનમંત્રી મોદીના 'મેક ઇન ઈન્ડિયા' અને આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ શરૂ કરવામાં આવી રહી છે, જેનો ઉદ્દેશ્ય ત્રણ રૂટ પર કનેક્ટિવિટી વધારવાનો છે: મેરઠ-લખનૌ, મદુરાઈ-બેંગલુરુ અને ચેન્નાઈ- નાગરકોઇલ.

    આ રૂટ પર હાલની સૌથી ઝડપી ટ્રેનની તુલનામાં, મેરઠ સિટી-લખનૌ વંદે ભારત એક્સપ્રેસ મુસાફરોને લગભગ એક કલાક બચાવશે. એ જ રીતે, ચેન્નાઈ એગ્મોર-નાગરકોઈલ અને મદુરાઈ-બેંગલુરુ વંદે ભારત ટ્રેનો મુસાફરીના સમયમાં અનુક્રમે 2 કલાક અને 01ઃ30 કલાકનો ઘટાડો કરીને મુસાફરીને સરળ બનાવશે.

    અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવી ટ્રેનો વિશ્વ કક્ષાની મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે

    અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ, આ નવી વંદે ભારત ટ્રેનો મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઓછા સમયમાં વિશ્વ કક્ષાની મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. આ ટ્રેનોની રજૂઆત રેલ સેવાઓ માટે એક નવો માપદંડ સ્થાપિત કરશે તેવી અપેક્ષા છે. જે પ્રદેશના નિયમિત પ્રવાસીઓ, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થી સમુદાયની જરૂરિયાતોને પૂરી કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
apply