Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી 11મી ઓગસ્ટે પાકની 109 ઉચ્ચ ઉપજ આપતી, જળવાયુ અનુકુળ અને બાયોફોર્ટિફાઇડ જાતો બહાર પાડશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે, 1 ઓગસ્ટ, 2024ના રોજ સવારે લગભગ 11 વાગ્યે નવી દિલ્હીની ઈન્ડિયા એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ખાતે 109 ઉચ્ચ ઉપજ આપતી, જળવાયુ અનુકુળ અને બાયોફોર્ટિફાઈડ પાકોની જાતો જાહેર કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે પણ વાતચીત કરશે.

    પ્રધાનમંત્રી 61 પાકોની 109 જાતો બહાર પાડશે જેમાં 34 ક્ષેત્રીય પાક અને 27 બાગાયતી પાકોનો સમાવેશ થશે. ખેતરના પાકોમાં, બાજરી, ઘાસચારાના પાકો, તેલીબિયાં, કઠોળ, શેરડી, કપાસ, ફાઇબર અને અન્ય સંભવિત પાકો સહિત વિવિધ અનાજના બિયારણો જાહેર કરવામાં આવશે. બાગાયતી પાકોમાં ફળોની વિવિધ જાતો, શાકભાજી પાકો, વાવેતર પાક, કંદ પાક, મસાલા, ફૂલો અને ઔષધીય પાકો જાહેર કરવામાં આવશે.

    પ્રધાનમંત્રીએ હંમેશા ટકાઉ ખેતી અને જળવાયુ પરિવર્તનને અનુકુળ પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરે છે. તેમણે ભારતને કુપોષણથી મુક્ત બનાવવા માટે મિડ-ડે મીલ, આંગણવાડી વગેરે જેવા અનેક સરકારી કાર્યક્રમો સાથે જોડીને પાકની બાયોફોર્ટિફાઇડ જાતોને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ પગલાં ખેડૂતો માટે સારી આવકની સાથે તેમના માટે ઉદ્યોગ સાહસિકતાના નવા રસ્તાઓ ખોલવાની ખાતરી કરશે. 109 ઉચ્ચ ઉપજ આપતી જાતોને જાહેર કરવાનું આ પગલું આ દિશામાં વધુ એક ડગલું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply