ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારત પ્રવાસે, આંતરરાષ્ટ્રીય સૌરઉર્જા ગઠબંધનમાં લેશે ભાગ
Live TV
-
11 માર્ચથી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં ભાગ લેનાર સભ્ય દેશો સ્થાપનાનું સંમેલન યોજવામાં આવ્યુ છે. ગઠબંધનમાં 121 દેશો છે, પરંતુ તેમાં હજુ સુધી 60 દેશોએ જ હસ્તાક્ષર કર્યા છે, જયારે 30 દેશોએ સંમતી આપી છે.
ભારતમાં 11 માર્ચથી આયોજિત થઇ રહેલા આંતરરાષ્ટ્રીય સૌરઉર્જા ગઠબંધનમાં ભાગ લેવા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો ગઇકાલે ભારત આવ્યા. મેક્રોની ચાર દિવસીય ભારત યાત્રા દરમિયા પ્રધાનમંત્રી મોદી સાથે આર્થિક, સામાજિક, રાજનીતિક, રણનીતિક અને ન્યુક્લિયર પાવર પ્રોજેકટ પર ચર્ચા કરશે. ફ્રાંસના રાષ્ટ્રપતિની આ પહેલી ભારત યાત્રા છે. મેક્રો પોતાની આ યાત્રા દરમિયાન તાજમહેલ સાથે ઉત્તરપ્રદેશના વારાણસીની પણ મુલાકાત લેશે. ઉક્ત સંમેલનમાં વિશ્વના લગભગ 125 દેશોના પ્રતિનિધિ શામેલ થશે.