બાળ અપરાધ યૌન શૌષણ કાયદામાં સુધારાને રાષ્ટ્રપતિની મંજૂરી
Live TV
-
12 વર્ષથી ઓછી વયની બાળકીઓ સાથે દુષ્કર્મ કરનાર દોષિતોને હવે ફટકારી શકાશે, આ માટે પોક્સો એક્ટમાં સુધારા માટેના કેન્દ્રીય મંત્રીમંડળના વટહૂકમને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બાળ અપરાધ યૌન શોષણ કાયદમાં સુધાર કરવાના વટહુકમને મંજૂરી આપી દીધી છે.નોંધનિય છે કે, શનિવારે કેન્દ્રિય કેબિનેટ દ્રારા પોસ્કો એક્ટમાં સુધારો કરવા અંગેનો વટહુકમ લાવવામા આવ્યો હતો. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે આ સુધારાયેલો કાયદો લાગૂ થઇ ગયો છે. આ પ્રકારના દુષ્કર્મના દરેક કેસનો બે મહિનામાં નિકાલ કરાશે.
આ પહેલા શનિવારે કેબિનેટની બેઠકમાં 'પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ' એટલે કે પોક્સો એક્ટમાં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ઉત્તરપ્રદેશના એટામાં બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાથી સમગ્ર દેશમાં આલોચનાઓ થઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટનાઓને લઇને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કરી દુષ્કર્મ આચરનાર શખ્સ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લીધુ છે.