રાયબરેલીમાં ભાજપની જીત નક્કી, અહી પરિવારવાદ છે વિકાસ નથી-અમિત શાહ
Live TV
-
અમે આ વિસ્તારને પરિવારવાદથી મુક્તિ અપાવવાનું કામ કરીશું- અમિત શાહ
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે રાયબરેલીમાં જનસભાને સંબોધતા કહ્યું હતું કે, રાયબરેલીની જનતાએ આઝાદી પછી માત્ર પરિવારવાદ જ જોય છે વિકાસ નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે આ વિસ્તારને પરિવારવાદથી મુક્તિ અપાવવાનું કામ કરીશું.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે કૉંગ્રેસે વોટબેન્ક મજબૂત કરવા માટે હિન્દુ સંલ્કૃતિને બદનામ કરવાનું કામ કર્યું છે. પ્રજાને પ્રશ્નના અંદાજમાં પૂછયું કે કૉંગ્રેસને હિન્દુ આતંકવાદનું જુઠ્ઠાણું ફેલાવા માટે માફી માંગવી જોઇએ કે નહીં. તેમણે કહ્યું કે ચાર દિવસ થઇ ગયા, પરંતુ વોટબેન્કની રાજનીતિના લીધે તેઓ માફી પણ માંગી રહ્યાં નથી.શાહે કહ્યું કે સોનિયા ગાંધીના સંસદીય વિસ્તારમાં કહ્યું કે અમે રાયબરેલીને પરિવારવાદમાંથી મુકત કરીશું. આ અભિયાન આજથી જ અમે શરૂ કરવાના છીએ. તેમણે કહ્યું કે યુપીમાં કૉંગ્રેસનો સતત દાયકાઓ સુધી શાસન રહ્યું અને પછી સપા અને બસપાએ રાજ કર્યું, પંરતુ દેશના અગ્રણી રાજયોમાંથી એક આ ઉત્તર પ્રદેશ સતત પછાત રહ્યું. શાહે કહ્યું કે રાયબરેલી સહિત યુપીના તમામ ગામ એવા હતા જ્યાં અંધારામાં જીત થતી, પરંતુ 2014મા પીએમ મોદીની સરકાર આવ્યા બાદ સૌને વીજળી આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ 2017મા રાજ્યની મહાન પ્રજાએ એક વધુ જવાબદારી અમને સોંપી અને અમને સેવાની તક મળી.