બ્રહ્મપુત્રા અને સતલજ નદીના વોટર ડેટા ભારત સાથે શેર કરીશું : ચીન
Live TV
-
નાથુલા માર્ગથી કૈલાસ માનસરોવર યાત્રા આ વર્ષે ફરી શરૂ કરવા ચીન આપશે સહયોગ.
ચીનના બેઈઝીંગમાં શાંઘાઈ સહયોગ સંગઠનની વિદેશમંત્રીઓની બેઠકમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કિર્ગીસ્તાન વિદેશમંત્રી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વેપાર અને રોકાણ, સૂચના માહિતી, રક્ષા , ફિલ્મ , માનવ સંસાધન , સંસ્કૃતિ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા કરી હતી. સુષ્મા સ્વરાજે જણાવ્યું છે કે, ચીને બ્રહ્મપુત્રા અને સતલજ નદીના વોટર ડેટાને 2018માં ભારતની સાથે શેર કરવાની વાત કરી છે. ભારતે આ વાતનું સ્વાગત કર્યું છે. તેમજ નાથુલા માર્ગથી કૈલાસ માનસરોવર યાત્રા આ વર્ષે ફરી શરૂ થશે, તેમાં ચીન તરફથી સંપૂર્ણ સહયોગ કરવામાં આવશે.