CJI વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને ફગાવતા ઉપરાષ્ટ્રપતિ
Live TV
-
સિબ્બલે તેમના નિર્ણયને પ્રોફેશનલ નિર્ણય ગણાવ્યો
ઉપરાષ્ટ્રપતિએ 7 વિપક્ષી પાર્ટીઓ દ્વારા લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને ફગાવી દીધો છે..રાજ્યસભાના સાત પૂર્વ સાંસદોએ સહી કરતા ટેકનિકલ કારણોસર પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે..સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવાની સાથે જ કોંગ્રેસ વધારે આક્રમક થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી પ્રેક્ટિસ કરી રહેલા કપિલ સિબ્બલે જાહેરાત કરી છે કે, જો જસ્ટીસ દિપક મિશ્રા નિવૃતી સુધી તેમના પદ પર રહેશે તો તેઓ તેમની કોર્ટમાં જશે નહીં. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડૂએ વિપક્ષનો મહાભિયોગ સામે રાખવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દીધો છે.કોંગ્રેસના નેતૃત્વમાં સાત દળોમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિને મોકલામાં આવ્યો હતો. આ એક અભૂતપૂર્વ પગલું હતુ. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસની વિરુદ્ધ ક્યારેય મહાભિયોગ પ્રસ્તાવ આવ્યો ન હતો. કાયદાના જાણકારો તેને અભૂતપૂર્વ પ્રસ્તાવ માની રહ્યા છે. વરિષ્ઠ વકીલ ફલી નરીમન તેને કાળો દિવસ ગણાવી રહ્યા છે.