ભાજપે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે જારી કર્યું ઘોષણા પત્ર
Live TV
-
ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પોતાનું ઘોષણા પત્ર જારી કરી દીધું છે. રાજ્યમાં પાર્ટી પ્રભારી પ્રકાશ જાવડેકરની હાજરીમાં મુખ્યપ્રધાન પદ્દના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાએ ભાજપનું ઘોષણા પત્ર જારી કર્યું. પાર્ટીએ વચન આપ્યું કે જો કર્ણાટકમાં તેની સરકાર બનશે તો કિસાનોને 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે અને તેની સાથે જોડાયેલો નિર્ણય પહેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવશે.
પાર્ટીએ તમામ સિંચાઈ યોજનાઓ પૂરી કરવા માટે વિશેષ કોષનું પણ વચન આપ્યું છે. પાર્ટીએ કહ્યું કે, 2023 સુધી સિંચાઈ પરિયોજનાઓ માટે ઘોષણા પત્રમાં એક લાખ 50 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેના માટે સુજલામ સુફલામ કર્ણાટક યોજના લાવવાની વાત કરવામાં આવી છે. રાજ્યના તમામ જળાશયો અને તળાવોને ફરીથી જીવિત કરવા માટે મિશન કલ્યાણી લોન્ચ કરવાનું વચન આપવામાં આવ્યું છે. દુષ્કાળ પ્રભાવિત વિસ્તારમાં 20 લાખ ખેડૂતોને 10 લાખ રૂપિયા સુધીની મદદ કરવાનું વચન આપવામાં આવ્યું છે. પાર્ટીએ યુવાઓ માટે પાંચ વર્ષમાં એક કરોડ નોકરી આપવાનું પણ વચન આપ્યું છે.