ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જુબાની જંગ
Live TV
-
વરિષ્ઠ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે કર્ણાટકના ધારવાડમાં ચૂંટણી સભા દરમિયાન રાજ્યની કોંગ્રેસ સરકાર પર હુમલો કર્યો હતો.
તેમણે આરોપ લગાવ્યો કે સિદ્ધારમૈયા સરકાર કેન્દ્રથી મળેલા પૈસા જરૂરીયાતમંદો સુધી પહોંચવા દેતી નથી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કર્ણાટકના કલગીમાં પાર્ટી માટે પ્રચાર કર્યો. એક જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, સિદ્ધારમૈયા સરકારે રાજ્યના વિકાસ માટે ખૂબ કામ કર્યું છે અને તેથી કર્ણાટકની જનતા બીજીવખત કોંગ્રેસને વિજેતા બનાવશે.