Skip to main content
Settings Settings for Dark

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલબિહારી વાજયેપીની આજે જન્મજયંતી

Live TV

X
  • ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલબિહારી વાજયેપીની આજે જન્મજયંતી છે.

    ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલબિહારી વાજયેપીની આજે જન્મજયંતી છે. તેમની જન્મજયંતીને દેશમાં સુશાસન દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. તેમનો જન્મ 25 ડિેસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલીયરમાં રહેતા એક વિનમ્ર શિક્ષક પરિવારને ત્યાં થયો હતો. અટલબિહારી ચાર દાયકા સુધી ભારતીય રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેઓ 9 વખત લોકસભા અને 2 વખત રાજ્યસભામાં ચૂંટાઇ આવ્યા હતા જે એક વિક્રમ છે. 

    પ્રજામાં લોકપ્રિય અટલ બિહારી વાજપાઇ પોતાની રાજકીય પ્રતિબધ્ધતા માટે જાણીતા હતા. 13 ઓકટોબર 1999ના રોજ સતત બીજી વાર દેશની જનતાએ વાજપેયીને બહુમત આપ્યું અને તેમણે એનડીએના નેતા તરીકે ભારતના પ્રધાનમંત્રી તરીકે પદ ગ્રહણ કર્યુ હતુ.. 1996મા તેઓ થોડા સમય માટે પ્રધાનમંત્રી બન્યા હતા. જવાહરલાલ નહેરુ પછી અટલ બિહારી વાજપાઇ પ્રથમ એવા નેતા હતા જે સતત બે વાર પ્રધાનમંત્રી બન્યા હતા. તેમણે પ્રધાનમંત્રી, વિદેશમંત્રી અને સંસદની અનેક સ્થાનિક સમિતિઓમાં અધ્યક્ષ તરીકે રહી આઝાદી બાદ દેશની ઘરેલુ અને વિદેશ નિતિ ઘડવામાં ફાળો આપ્યો હતો. તેમને દેશની સેવા માટે પદ્મ વિભુષણથી સન્માનિત  કરવામાં આવ્યા હતા. 1994માં તેમની ભારતના સર્વશ્રેષ્ઠ સાંસદ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply