પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંડિત મદન મોહન માલવીયાની જન્મ જયંતી નિમિત્તે સંકલીત રચનાઓનું કરશે વિમોચન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંડિત મદન મોહન માલવીયાની 162 જન્મ જયંતી નિમિત્તે તેમની 11 ખંડની પ્રથમ શ્રેણીનું સંકલીત રચનાઓનું વિમોચન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંડિત મદન મોહન માલવીયાની 162 જન્મ જયંતી નિમિત્તે તેમની 11 ખંડની પ્રથમ શ્રેણીનું સંકલીત રચનાઓનું વિમોચન કરશે. મહામના પંડિત મદન મોહન માલવીયાની જન્મ જંયતી નિમિત્તે દિલ્હી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યાં પ્રધાનમંત્રી ઉપસ્થિત લોકોને સંબોધન કરશે. અમૃતકાળમાં પ્રધાનમંત્રીનો દ્રષ્ટીકોણ રહ્યો છે કે, રાષ્ટ્રની સેવામાં અમુલ્ય યોગદાન આપનારા સ્વતંત્ર સેનાનીઓને યોગ્ય સન્માન આપવામાં આવે.
પંડિત મદન મોહન માલવીયાની સંકલીત રચનાઓનું વિમોચન આ દિશામાં પ્રશંસનીય પ્રયાસ છે. સુચના અને પ્રસારણ મંત્રાલયના વિભાગ દ્વારા પ્રકાશીત આ 11 ખંડ ચાર હજાર કરતાં વધારે પાનાનો છે. જેમાં મદન મોહન માલવીયાના ભાષણનો અને લેખોને આવરી લવાયા છે.