Skip to main content
Settings Settings for Dark

ભારત સરકાર દ્વારા સી પ્લેન- દરિયાઇ વિમાની સેવાઓના વિકાસ માટે થયા MoU

Live TV

X
  • ભારતમાં સી પ્લેન એટલે કે દરિયાઇ વિમાની સેવાના વિકાસ માટે આજે બંદરો, જહાજ અને જળ માર્ગો માટેના મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચે એક સમજૂતી પત્ર (એમઓયુ) પર સહી સિક્કા કરવામાં આવ્યા હતા. નાગરિક ઉડ્ડયન મંત્રાલય ખાતે 15 જૂને એમઓયુ પર સહી સિક્કા કરવાના સમારોહ દરમ્યાન બંદરો, જહાજ અને જળ માર્ગો માટેના રાજ્ય કક્ષાના મંત્રી મનસુખભાઇ માંડવિયા અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી હરદીપ સિંહ પુરી ઉપસ્થિત રહ્યા હતા.

    સી પ્લેન પરિયોજનાને બહુ જલ્દી વાસ્તવિકતા બનાવવા માટે આ એમઓયુ પર સહીસિક્કા એ મોટું સીમાચિહ્ન છે. ભારત સરકારની આરસીએસ-ઉડાન યોજના હેઠળ ભારતના મુલકી કાર્યક્ષેત્રની અંદર સી પ્લેન સેવાના નોન શિડ્યુલ્ડ/ શેડ્યુલ્ડ ઓપરેશનના વિકાસની રૂપરેખા આ એમઓયુમાં છે. આ સમજૂતી પત્ર મુજબ, વિવિધ સ્થળોએ સી પ્લેન સેવા શરૂ કરવાની કામગીરી સમયસર પરિપૂર્ણ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, બંદરો, જહાજ અને જળ માર્ગોના મંત્રાલય અને પર્યટન મંત્રાલયના અધિકારીઓની એક સમિતિની રચના કરવામાં આવશે. તમામ એજન્સીઓ દ્વારા સૂચવાયેલા/ઓળખી કાઢવામાં આવેલા સી પ્લેનના રૂટ્સ કાર્યાન્વિત કરવા અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, બંદરો અને જહાજ અને જળ માર્ગોના મંત્રાલય, એસડીસીએલ (સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ) વિચારણા કરશે.

    આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ પ્રદીપ સિંહ ખરોલા, બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ડૉ. સંજીવ રંજન, પર્યટન મંત્રાલયના સચિવ અરવિંદ સિંહ, એરપોર્ટ ઑથોરિટીના ચૅરમેન સંજીવકુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply