ટ્વિટરના પ્રતિનિધીઓ સંસદની સૂચના અને ટેક્નોલોજી સાથે જોડાયેલ સ્થાયી સમિતિને 18 જૂને મળશે
Live TV
-
સંસદની સૂચના અને ટેક્નોલોજી સાથે જોડાયેલ સ્થાયી સમિતિને ટ્વિટરના પ્રતિનિધીઓ 18 જૂનના રોજ મળશે. નાગરિકોના અધિકારોની રક્ષા અને સોશિયલ મીડિયા કે ઓનલાઇન ન્યૂઝ મીડિયાના દુરુપયોગને રોકવાના મુદ્દે ટ્વિટરના પ્રતિનિધીઓ સાથે વિચાર-વિમર્શ કરવામાં આવશે.
સંસદની સૂચના અને ટેક્નોલોજી સાથે જોડાયેલ સ્થાયી સમિતિને ટ્વિટરના પ્રતિનિધીઓ 18 જૂનના રોજ મળશે. નાગરિકોના અધિકારોની રક્ષા અને સોશિયલ મીડિયા કે ઓનલાઇન ન્યૂઝ મીડિયાના દુરુપયોગને રોકવાના મુદ્દે ટ્વિટરના પ્રતિનિધીઓ સાથે વિચાર-વિમર્શ કરવામાં આવશે. ડિજીટલ સ્પેસમાં મહિલા સુરક્ષાના મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવશે.
મહત્વનુ છે કે, ભારતીય આઇ.ટી. કાયદાનુ પાલન કરવા અંગે ટ્વિટર ઢીલુ વલણ દાખવી રહ્યુ હતુ. જો કે, સરકારની ચેતવણી બાદ ટ્વિટરે ભરોસો અપાવ્યો છે કે નિયમોના પાલન માટે તે પગલા ભરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ઓનલાઈન પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાના સંચાલન અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી જેનું પાલન ન કરવા અંગે ટ્વિટરે સરકાર સામે મોરચો ખોલ્યો હતો.
સંસદીય સમિતિએ ટ્વિટરને 18 જૂને હાજર રહેવા અંગે સમન્સ આપ્યુ હતુ. આ મિટિંગમાં ટ્વિટર દ્વારા નવી ગાઈડલાઈનનો કઈ રીતે અમલ કરાશે અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કઈ રીતે અટકાવાશે તે અંગેનું પ્રઝેન્ટેશન પણ રજૂ કરવામાં આવશે.
