નવા IT નિયમોના પાલનમાં નિષ્ફળ રહેવા બદલ ટ્વિટરે ઈન્ટરમીડિયરીનો દરજ્જો ગુમાવ્યો
Live TV
-
ભારતમાં નવા IT નિયમોના પાલનમાં નિષ્ફળ રહેવા બદલ ટ્વિટરે ભારતમાં તેનો ઈન્ટરમીડિયરીનો દરજ્જો ગુમાવ્યો છે. એટલે કે ટ્વિટરને હવે એક સોશિયલ મીડિયા સાઈટ તરીકે ભારતમાં મળતી કાનુની સુરક્ષાનો આધાર ગુમાવી દીધો છે.
ભારતમાં નવા IT નિયમોના પાલનમાં નિષ્ફળ રહેવા બદલ હવે ભારતીય IT એક્ટની કલમ 79 અંતર્ગત ટ્વિટરને મળેલી સુરક્ષા દૂર થઈ ગઈ છે. જેથી ટ્વીટર ઉપર પણ હવે આઈ.પી.સી. અંતર્ગત કેસ દાખલ થઈ શકશે અને પોલીસ પુછપરછ પણ કરી શકશે. મહત્વનું છે કે, વૈધાનિક અધિકારીની નિમણૂંકમાં વિલંબ થવાને કારણે આવું બન્યું છે.
સોશિયલ મીડિયા કંપનીઓને 25 મે સુધી અધિકારીઓની નિમણૂંક કરવાની હતી. જે અંતર્ગત ટ્વિટરે શરૂઆતમાં કેટલીક નિમણૂંક કરી હતી પરંતુ તેને સરકાર તરફથી નકારી દેવાઈ હતી. કારણે કે, તેઓ કંપની બહારના કાનુની સલાહકારો હતા. તેઓ કંપની સાથે સીધી રીતે જોડાયેલા નહોતા. સુરક્ષાનો અધિકાર દૂર થયા બાદ ઉત્તર પ્રદેશના ગાજીયાબાદમાં ટ્વિટર સામે વાયરલ વીડિયોને લઈને એક FIR પણ દાખલ થઈ છે.
