Skip to main content
Settings Settings for Dark

વિવા ટેકના 5માં સંસ્કરણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન

Live TV

X
  • ભારત વિશ્વનું સૌથી મોટુ સ્ટાર્ટઅપ ક્ષેત્ર તરીકે વિકસ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 

    પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ગઇકાલે વિવા ટેકના 5માં સંસ્કરણને સંબોધિત કર્યુ હતુ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત મહામારી વચ્ચે દક્ષ અને અનુકુળશીલ બન્યું છે. તેમણે કહ્યું કે, ભારતે આ સમય દરમિયાન ખનન, અંતરીક્ષ, બેંકીંગ અને પરમાણું ઉર્જા ક્ષેત્રોમાં ધણા મોટા સુધારાઓ લાગુ કર્યા છે. તેમણે કહ્યું કે,ભારતમાં તે બધુ જ છે જે રોકાણકારો અને નિકાસકારોને માટે જરૂરીયાત છે. તેમણે વિશ્વને પાંચ સ્તંભો પ્રતિભા, બજાર, નાણા, પરિસ્થિતિ અને ઉદારતાની સંસ્કૃતિના આધારે ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત વિશ્વનું સૌથી મોટુ સ્ટાર્ટઅપ ક્ષેત્ર તરીકે વિકસ્યું છે. તેમણે કહ્યું કે હાલના વર્ષોમાં અનેક સ્ટાર્ટઅપ આવ્યાં છે. વિવા ટેક યુરોપમાં સૌથી મોટી ડીજીટલ અને સ્ટાર્ટઅપ ઇવેંટમાંથી એક છે. પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યુ હતું કે ,ભારતનું આઇટી સેક્ટર આખી દુનિયાને સેવા પુરી પાડી રહ્યું છે .ભારત અને ફ્રાંસ બંને દેશ મળીને ભવિષ્ય માટે કામ કરી રહ્યા છે. સ્ટાર્ટઅપ અંગે વાત કરતા પીએમે કહ્યુ કે, કોરોનાકાળમાં સ્ટાર્ટઅપની મહત્વની ભૂમિકા જોવા મળી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply