ટ્વીટરે ભારતમાં પોતાનો સુરક્ષાનો કાનૂની આધાર ગુમાવી દીધો
Live TV
-
ભારતીય આઈ.ટી. એક્ટની કલમ 79 અંતર્ગત ટ્વીટને મળેલી સુરક્ષા દૂર થઈ ગઈ છે.
આજકાલ દેશ અને દુનિયામાં સોશિયલ મીડિયાનો ઉપાયોગ વધી ગયો છે.તેમાં આવતા સમાચારો કે અન્ય માહિતીનો વપરાશકર્તામાં પણ વધારો થઇ ગયો છે એવામાં ઘણી વખત અફવા કે ખોટી માહિતીને કારણે લોકો અને સમાજમાં અરાજક્તા પણ જોવા મળે છે.સોશિયલ મીડિયા વધારે વપરાશના પ્રમાણને જોઈ કેટલીક સંસ્થાઓ પોતાના નિયમોની જાહેરત કરે છે અને સમયજતા તેમાં વધારો પણ કરે છે .સોશિયલ મીડિયા ઉપર આવતા કન્ટેન્ટને કારણે કાનૂની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે.
ભારતમાં નવા આઈ.ટી. નિયમોના પાલનમાં નિષ્ફળ રહેવા બદલ ટ્વીટરે ભારતમાં તેનો ઇન્ટરમીડિયરીનો દરજ્જો ગુમાવ્યો છે. એટલે કે ટ્વીટરે ભારતમાં પોતાનો સુરક્ષાનો કાનૂની આધાર ગુમાવી દીધો છે. ભારતીય આઈ.ટી. એક્ટની કલમ 79 અંતર્ગત ટ્વીટને મળેલી સુરક્ષા દૂર થઈ ગઈ છે. જેથી ટ્વીટર ઉપર પણ હવે આઈ.પી.સી.અંતર્ગત કેસ દાખલ થઈ શકશે અને પોલીસ પુછપરછ પણ કરી શકશે. મહત્વનું છે કે વૈધાનિક અધિકારીની નિમણૂંકમાં વિલંબ થવાને કારણે આવું બન્યું છે. સોશિયલ મીડિયા કંપનીઓને 25 મે સુધી અધિકારીઓની નિમણૂંક કરવાની હતી. જે અંતર્ગત, ટ્વીટરે શરૂઆતમાં કેટલીક નિમણૂંક કરી હતી પરંતુ તેને સરકાર તરફથી નકારી દેવાઈ હતી કારણે કે, તેઓ કંપની બહારના કાનૂની સલાહકારો હતા. તેઓ કંપની સાથે, સીધી રીતે જોડાયેલા નહોતા. સુરક્ષાનો અધિકાર દૂર થયા બાદ ઉત્તરપ્રદેશના,ગાજીયાબાદમાં ટ્વીટર સામે વાયરલ વીડિયોને લઈને એક એફ.આઈ.આર.પણ દાખલ થઈ છે.
