દેશમાં કોરોના સંક્રમણની ઝડપ ધટી રહી છે.દેશ મહામારીને કાબુમાં લેવાના માર્ગમાં મજબુતીથી આગળ વધી રહ્યો છે
Live TV
-
દેશમાં કોરોના સંક્રમણની ઝડપ ધટી રહી છે. દેશ આ મહામારીને કાબુમાં લેવાના માર્ગમાં મજબુતીથી આગળ વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય અનુસાર નવમાં દિવસે નવા દર્દીની સંખ્યા એક લાખથી ઓછી રહી છે. ગત 24 કલાકમાં એક લાખ સાત હજાર જેટલા દર્દીઓ 628 દર્દીઓ સંક્રમણથી મુકત થયા છે. જ્યારે દેશભરમાં 62 હજાર 224 નવા કેસ નોંધાયા છે. મહામારીથી સાજા થવાની ટકાવારી 95 પોઇન્ટ 80 ટકા થઇ છે. 34 માં દિવસે નવા દર્દીની તુલનામાં સંક્રમણથી સાજા થનારની સંખ્યા વધુ રહી છે. દેશભરમાં અતયાર સુધીમાં 26 કરોડ 53 લાખ થી વધુ કોવિડની રસી આપવામાં આવી છે. ગઇકાલે રસીકરણની 152માં દિવસે કુલ 32 લાખ 62 હજાર વેકસીન લગાવવામાં આવી હતી. તેમા 29 લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે ત્રણ લાખ 56 હજાર લોકોને વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ગઇકાલે 18 થી 44 વર્ષની ઉમરના 20 લાખ 67 હજાર લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે આજ ઉમર વર્ષના 67 હજારથી વધુ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ,7 મી મે એ નોંધાયેલા સૌથી વધુ કેસની સરખામણીએ કોરોનાના દૈનિક કેસમાં 85 ટકાનો ઘટાડો નોંધાયો છે તો કોરોનાની વેક્સિનમાં હવે વધુ એક વેક્સિનનો વધારો થશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોરોના સામે વધુ એક નવી વેક્સિન નોવા વેક્સ બનાવશે. આ વેક્સિન 90 ટકા સુધી અસરકારક છે.
