Skip to main content
Settings Settings for Dark

રક્ષામંત્રી રાજનાથસિંહ આજે આસામના અસીમપુર જિલ્લામાં કિમિન-પોટીન સડકનું કરશે ઉદ્ઘાટન 

Live TV

X
  • રક્ષામંત્રી રાજનાથસિંહ આજે આસામના અસીમપુર જિલ્લામાં કિમિન-પોટીન સડકનું  ઉદ્ઘાટન  કરશે. સીમા સુરક્ષા સંગઠન  દ્વારા ડબલ લેનની 20 કિલોમીટરની સડક અરૂણાચલ પ્રદેશના ઔદ્યોગીક બેલ્ટની સ્થાપનામાં મદદ કરશે. આ સાથે આ સડક આસામના સુબમસીડી જિલ્લાને જોડવામાં મુખ્ય માર્ગ તરીકે કામ કરશે. આ કાર્યક્રમમાં આસામના મુખ્યમંત્રી હેમન્તા બિશ્વા શર્મા અરૂણાચલના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુ કેન્દ્રીય મંત્રી કિરણ રીજુજી આ ઉપરાંત ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બિપીન રાવતજી ઉપસ્થીત રહેશે. અરૂણાચલ પ્રદેશથી ચીનની સરહદ નજીક હોવાથી આ માર્ગ સેન્સેટીવ છે. જેથી આ સડકના કારણે ડીફેન્સના વાહનોને આવા-ગમન માટે સુવિધા વધી જશે. આ સડકની લંબાઇ કુલ 382 કિલોમીટર છે. જેમા તબક્કાવાર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વરસાદની સિઝન બાદ અહીં ફરી સડક બનાવવાની કામગીરી શરૂ થશે. 1962ની સ્થિતિમાંથી સીખ મેળવીને સરકાર દ્વારા આ રૂટને ડેવલોપ કરવામાં આવી રહ્યો છે. જેથી ભારતીયસેના ચીનના કોઇપણ પ્રકારના અટકચાળાનો જડબાતોડ જવાબ આપી શકે. 

     
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply