ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોકસી અને 20 અન્ય સામે પંજાબ નેશનલ બેંક ગોટાળા કેસમાં એક નવુ આરોપપત્ર
Live TV
-
દેશમાં થોડાસમયથી ભ્રષ્ટાચારના આરોપીઓ પર સરકાર ચાપતી નજર રાખી રહી છે અને દેશના કાયદા અને તેના પાલન માટે પગલાં લઇ રહી છે ;તેના કારણે દેશમાં રહેતા કે દેશ છોડીને ગયા હોય તેવા બધાને સરકાર તરફથી વિવિધ નોટિસ અને આક્ષેપ પત્રો આપવામાં આવે છે
સીબીઆઇએ ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોકસી અને 20 અન્ય સામે પંજાબ નેશનલ બેંક ગોટાળા કેસમાં એક નવુ આરોપ પત્ર દાખલ કર્યું છે. જેમા ભાગેડુ ઉપર પ્રથમવાર પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એજન્સીની ચાર્જસીટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકસીએ પીએનબીના અધિકારીઓ સાથે મિલી ભગતથી 2017માં 165 લેટર્સ ઓફ અન્ડર ટેકીંગ અને 58 ફોરેન લેટર્સ ઓફ ક્રેડીટને ગોટાળો કરીને રજૂ કર્યા હતાં. જેથી બેંન્કને 6 હજાર 97 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. એક પુરક આરોપપત્રમાં ચોકસી ઉપર ધારા 201 અને ધોખાધડી અપરાધીક કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ આરોપ લગાવવામાં આવ્યાં છે.
