ધોરણ 12 સી.બી.એસ.ઇ નું પરિણામ જુલાઇના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે
Live TV
-
કોરોના મહામારીના સમયમાં વિવિધ પરીક્ષાઓ યોજાઈ હતી અને પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા હતા.સૌથી વધારે ચર્ચામાં ધોરણ 10અને 12 ના વિદ્યાર્થીઓના પરીક્ષાના પરિણામો અને માસ પ્રમોશન વગેરે બાબતો થઇ હતી ત્યારે હમણાં મળતા સમાચાર પ્રમાણે ધોરણ 12 સી.બી.એસ.ઇ નું પરિણામ જુલાઇના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે. સી.બી.એસ.ઇએ સુપ્રિમ કાર્ટમાં રજૂ કરેલા જવાબમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે. બોર્ડે પરિણામની ફોર્મ્યુલા અંગે જણાવ્યું હતું કે ધોરણ 12 નું પરિણામ તૈયાર કરવા માટે ધોરણ-10 ના 30 ટકા, ધોરણ-11 ના 30 ટકા અને ધોરણ-12 ની પ્રિ-બોર્ડની પરિક્ષાના 40 ટકા મુજબનો સંદર્ભ લઇને પરિણામ તૈયાર કરવામાં આવશે. સી.બી.એસ.ઇ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ આ પરિણામ થી સંતુષ્ટ ન હોય તેઓને પરિસ્થિતિ સુધર્યા બાદ ફરી પરીક્ષા માં બેસવાની તક આપવામાં આવશે. સી.બી.એસ.ઇ એ આજે સુપ્રિમ કોર્ટમાં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે ધોરણ-10 અને ધોરણ-11 દરમિયાનમાં વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પાંચ માંથી ત્રણ પેપરના માર્ક ધ્યાનમાં લેવામાં આવશે. જ્યારે 12 મીમાં સ્ટુડન્ટના યુનિટ, ટર્મ, અને પ્રેકટીકલના માર્ક ધ્યાનમાં લેવામાં આવશે.
