Skip to main content
Settings Settings for Dark

મૂર્તિઓની તોડફોડ મામલે પીએમ મોદીએ વ્યક્ત કરી નારાજગી

Live TV

X
  • પીએમ નરેન્દ્ર મોદીએ દેશના કેટલાક ભાગોમાં મૂર્તિઓ સાથે તોડફોડના બનાવો પર ગંભીર ચિંતા, ગૃહ મંત્રી રાજનાથ સિંહે કરી વાત, કડક પગલાં લેવાના આપ્યો આદેશો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના કેટલાક ભાગોમાં મૂર્તિઓના તૂટી જવાના બનાવો પર ગૃહ મંત્રી રાજનાથ સિંહ સાથે વાત-ચીત કરી છે. ગૃહ મંત્રાલય દ્રારા આવી બનતી ઘટનાઓને ગંભીરતાથી લેવામાં આવી છે અને રાજ્યોમાં આવી ઘટનાઓને અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે આવી ઘટનાઓમાં લોકો સામે કાયદા અનુસાર પગલા લઇ સજા પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ આ ઘટનાઓ પર નરાજગી વ્યકત કરી છે.

    ભાજપ પ્રમુખ અમિત શાહે દેશના કેટલાક ભાગોમાં મૂર્તિઓને નુકસાન પહોંચાડવાના બનાવોને કમનસીબી ગણાવી છે. અમિત શાહે ટ્વિટ કરતા કર્યું છે, કે ભાજપ કોઈ પણ મૂર્તિને તોડવાનું સમર્થન કરતું નથી. તેમણે લખ્યું હતું કે ભાજપનો વિશ્વાસ છે કે ભારતમાં વિવિધ વિચારધારાઓ સાથે સાથે લોકા વસવાટ કરે છે અને દેશના બંધારણના નિર્માતાઓ પણ આવા મહાન ભારતની કલ્પના કરે છે. ભારતની વિવિધતાની સાથે એકતા અને લોકોની અલગ અલગ વિચારઘારાઓ જ અમારી શક્તિ છે. મેં તમિલનાડુ અને ત્રિપુરાના પક્ષો સાથે વાત કરી છે. જો ભાજપ સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિને કોઈ મૂર્તિને નુકશાન પહોંચાડવાની પ્રવૃત્તિમાં સામેલ  હશે તો, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભાજપ હંમેશા રચનાત્મક રાજકારણ અને સ્વતંત્રતાના આદર્શો માટે કર્તવ્ય બધ્ધ રહેશે. જેના દ્વારા આપણે લોકોના જીવનમાં પરિવર્તન લાવી અને 'નવી ભારત'ના નિર્માણ માટે આગળ વધી શકીએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply