મ્યુકોર્માયકોસિસના ઈલાજ માટે લિપોસોમલ એમ્ફોટેરિસિન બી ડ્રગનો પૂરતો સ્ટોક ભારત પાસે છે: મનસુખ માંડવીયા
Live TV
-
17 જૂન, 2021 સુધી તમામ રાજ્યો અને કેન્દ્રીય સંસ્થાઓને લિપોસોમલ એમ્ફોટોરિસિન બીની કુલ 7,28,045 શીશીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી
16 જૂન, 2021ના રોજ મ્યુકોર્માયકોસિસના સક્રિય કેસ 27,142 હતા. ભવિષ્યમાં પણ, જો બ્લેક ફુગના કેસમાં વધારો થાય તો એમ્ફ્ટોરિસિન બી દવા અને અન્ય દવાઓ કે જે મ્યુકોર્માયકોસિસના દર્દીઓની સારવાર માટે જરૂરી છે તેની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધતા માટે ભારત તૈયાર છે. ભારતે સ્થાનિક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો છે જેમાં પાંચ ઘણો વધારો થયો છે. લિપોસોમલ એમ્ફોટોરિસિન બીનું ઘરેલું ઉત્પાદન એપ્રિલ, 2021માં માત્ર 62,000 શીશી હતું અને હવે જૂન, 2021 માં તે 3.75 લાખ શીશી વટાવે તેવી સંભાવના છે. ઘરેલું ઉત્પાદનમાં વધારો કરતી વખતે, ભારતે મેસર્સ માયલન દ્વારા 9,05,000 લિપોસોમલ એમ્ફોટોરિસિન બ્રાયલ્સ આયાત કરવાનો ઓર્ડર પણ આપ્યો હતો. ભારત દેશમાં એમ્ફોટેરિસિન બી દવાઓની ઉપલબ્ધતાને વધારવા માટે કોઈ કસર છોડશે નહીં,” એમ રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું.
ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલયે 17 જૂન, 2021 સુધીમાં તમામ રાજ્યો અને કેન્દ્રીય સંસ્થાઓને લિપોસોમલ એમ્ફોટોરિસિન બીની કુલ 7,28,045 શીશીઓ ફાળવી છે. એમ્ફ્ટોરિસિન બી દવા મ્યુકોર્માયકોસિસની સારવાર માટે વપરાય છે, જેને સામાન્ય રીતે બ્લેક ફૂગ તરીકે ઓળખવામાં આવે છે.
