Skip to main content
Settings Settings for Dark

2024 સુધીમાં માર્ગ અકસ્માત મોતને 50 ટકા ઘટાડવાનું સરકારનું લક્ષ્ય: નીતિન ગડકરી

Live TV

X
  • કેન્દ્રીય માર્ગ પરિવહન-હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, હાલના આંકડાની તુલનામાં સરકારનું લક્ષ્ય છે કે વર્ષ 2024 સુધીમાં માર્ગ અકસ્માતના મૃત્યુમાં 50% ઘટાડો થાય. FICCI દ્વારા આયોજિત વર્ચ્યુઅલ સત્રને સંબોધન કરતાં, 'રસ્તાઓ પર મોતને અટકાવવાના કોર્પોરેટરોની ભૂમિકા' વિષે નીતિન ગડકરીએ સંબોધતા  કોર્પોરેટરો માટે માર્ગ સલામતી અંગેના વ્હાઇટ પેપર રજૂ કર્યા અને પેપરની જાહેરાત કરવા બદલ માર્ગ સલામતી સંગઠન 'સફર' અને FICCIને અભિનંદન પણ પાઠવ્યા . તેમણે દરેક રાજ્ય, જિલ્લા અને શહેરમાં 'બ્લેક સ્પોટ' ઓળખવા પર ભાર મૂક્યો. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેન્કે એક યોજનાને મંજૂરી આપી દીધી છે. જેના દ્વારા સરકાર બ્લેક સ્પોટ દૂર કરવા માટે રાજ્યો, રાષ્ટ્રીય હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અન્ય હિસ્સેદારોને એક ટ્રિલિયન અને ચાલીસ અબજ રૂપિયા ફાળવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply