રક્ષામંત્રી રાજનાથ સિંહે કોચીન શિપયાર્ડ લિમિટેડની મુલાકાત લીધી
Live TV
-
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું, જ્યારે ગલવાનનો સમય હતો ત્યારે પણ નૌસેનાએ ફ્રન્ટ પર રહીને કામ કર્યુ હતું. એ દ્વારા તેમણે સંદેશો આપ્યો હતો કે અમે શાંતિ ઇચ્છીએ છીએ છતાં કોઇ અઇચ્છનીય ઘટના ઘટે તો અમે હંમેશા તૈયાર છીએ.
રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે કોચીન શિપયાર્ડ લિમિટેડની મુલાકાત લીધી હતી. અહીં સ્વદેશી વિમાન વાહક યુદ્ધપોતનું નિર્માણ થઇ રહ્યું છે, જેની તેમણે સમીક્ષા કરી હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું, જ્યારે ગલવાનનો સમય હતો ત્યારે પણ નૌસેનાએ ફ્રન્ટ પર રહીને કામ કર્યુ હતું. એ દ્વારા તેમણે સંદેશો આપ્યો હતો કે અમે શાંતિ ઇચ્છીએ છીએ છતાં કોઇ અઇચ્છનીય ઘટના ઘટે તો અમે હંમેશા તૈયાર છીએ. સરકાર આધુનિક યોજનાઓને લઇને પ્રતિબદ્ધ છે. સ્વદેશી વિમાન વાહક યુદ્ધપોતથી દેશની સુરક્ષાને લઇને જેટલી તૈયારી છે એ વધુ મજબૂત થશે. કુદરતી આફત સમયે માનવીય સહાયતા પણ મજબૂત થશે.
