રાષ્ટ્રપતિ મૂર્મુએ આજે ઉત્તર પ્રદેશના હિંડન હવાઈ મથકે ભારતીય હવાઈદળના ચાર એકમોને રાષ્ટ્રપતિના માનક અને કલર્સ પ્રદાન કર્યા
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉત્તર પ્રદેશના હિંડન હવાઈ મથકે ભારતીય હવાઈદળના ચાર એકમોને રાષ્ટ્રપતિના માનક અને કલર્સ પ્રદાન કર્યા. તેમણે ભારતીય હવાઈદળ-221 સ્ક્વોડ્રન અને 45 સ્ક્વોડ્રનને રાષ્ટ્રપતિના માનક પ્રદાન કર્યા હતા. પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડ એન્ડ કલર્સ એ કોઈપણ સશસ્ત્ર દળ એકમ માટે સર્વોચ્ચ સૈન્ય સન્માન છે.
ભારતીય હવાઈદળના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિના માનક અને કલર્સનો પુરસ્કાર એ એરફોર્સ યુનિટ અથવા સ્ક્વોડ્રનને યુદ્ધ અને શાંતિ દરમિયાન રાષ્ટ્રને આપેલી અસાધારણ સેવા બદલ આપવામાં આવે છે. 18 વર્ષની સેવા બાદ પ્રેસિડેન્ટ સ્ટાન્ડર્ડ અને 25 વર્ષની સેવા બાદ પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.