રાષ્ટ્રપતિ મૂર્મુએ લેખિકા સુધા મૂર્તિને રાજ્યસભા માટે નામાંકિત કર્યા
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ શિક્ષણવિદ, લેખિકા અને પરોપકારી સુધા મૂર્તિને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે.
નામાંકન પર ખુશી વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સુધા મૂર્તિનું યોગદાન અપાર અને પ્રેરણાદાયી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાજ્યસભામાં તેમની હાજરી એ નારી શક્તિનો એક શક્તિશાળી પ્રમાણપત્ર છે જે રાષ્ટ્રના ભાગ્યને ઘડવામાં મહિલાઓની શક્તિ અને ક્ષમતાનું ઉદાહરણ આપે છે. તેમણે તેમના ફળદાયી સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવી હતી.