રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 65માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓને સન્માનિત કર્યા
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી 65માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓને સન્માનિત કર્યા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી 65માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓને સન્માનિત કર્યા હતા. જેમાં પ્રખ્યાત અભિનેતા સ્વર્ગીય વિનોદ ખન્નાને મરણોપરાંત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ સ્વર્ગસ્થ શ્રીદેવીને તેની ફિલ્મ મોમ માટે આપવામાં આવ્યો. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત 13મી એપ્રિલે કરાઇ હતી. કેન્દ્રિય સૂચના પ્રસારણમંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ કેટલાંક એવોર્ડઝ એનાયત કર્યા હતા. આ વર્ષે ક્ષેત્રીય ફિલ્મોની ધૂમ જોવા મળી હતી. જે દર્શાવે છે કે ક્ષેત્રીય સિનેમાની ગુણવત્તાએ બધાને સ્તબ્ધ કરી દીધા છે. આસામી ફિલ્મ વિલેજ રોક સ્ટાર ને સર્વ શ્રેષ્ઠ ફિચર ફિલ્મ, જ્યારે બાહુબલીને સર્વશ્રેષ્ઠ લોકપ્રિય મનોરંજક ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો. ક્ષેત્રીય ફિલ્મોમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મ "ઢ" ને બેસ્ટ રિજનલ ફિલ્મ માટે પુરસ્કૃત કરવામાં આવી હતી. આ દર્શાવે છે કે ક્ષેત્રીય સિનેમાને એક નવી ઓળખ મળી રહી છે. 65મા એવોર્ડ સમારંભમાં સંબોધન કરતા માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિઇરાનીએ જણાવ્યું હતું કે આજે આ મંચથી 21 થી વધુ મહિલાઓને સન્માનિત કરવું તેમના માટે ગૌરવવંત રહ્યું છે. લોકોના દિલમાં અમીપ છાપ છોડવા માટે તેમણે શ્રીદેવીને તેમજ પોતાની યોગ્યતાના બળે અનોખો ઇતિહાસ રચનારા વિનોદ ખન્નાને યાદ કર્યા હતા. જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું કે આપણી વિવિધતા એ ભારતની સૌથી મોટી તાકાત છે. જેને પ્રદર્શિત કરવામાં આપણી આ ફિલ્મો મદદરૂપ બને છે.