PM એ કર્યો ભાજપના મહિલા મોરચા સાથે સંવાદ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે વીડિયો એપના માધ્યથી કર્ણાટકની ,ભાજપા મહિલા મોરચાના પદાધિકારીઓ, અને કાર્યકર્તા સાથે ,સીધી વાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે વીડિયો એપના માધ્યથી કર્ણાટકની ,ભાજપા મહિલા મોરચાના પદાધિકારીઓ, અને કાર્યકર્તા સાથે ,સીધી વાત કરી હતી.વિચારોના આદાન-પ્રદાન દ્વારા, તેમણે મહિલા મોરચાના કાર્યકર્તાઓના, પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા હતા./ પીએમ મોદીએ તાજતરમાં જ, નમો એપના માધ્યમથી કર્ણાટકના ,ભાજપા કાર્યકરો સાથે ,સંવાદ કર્યો હતો, અને ચૂંટણીને લઈને ,કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. / કર્ણાટકમાં હવે ,ચૂંટણી આડે થોડા દિવસો બાકી છે./ પીએમ મોદી , સભાઓ કરી ,કાર્યકરોનો ઉત્સાહ વધારી રહ્યા છે. /ભાજપા તરફથી રાજ્યમાં સ્મૃતિ ઈરાની અને યોગી આદિત્યનાથ પણ ચૂંટણી સભાઓ કરશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 12મેના રોજ યોજાવાની છે, ત્યારે રેલીઓ અને સભાઓ બાદ, મતદારોને રિઝવવા ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમાં કિશાનબંધુ વિભાગ સીધો વડાપ્રધાનની દેખરેખ નીચે રાખવા તેમજ ગૌ સેવા આયોગનું પુનઃગઠન કરવાની જાહેરાત કરી છે. સાથે જ PM ફ્રી સ્માર્ટફોન યોજના લાવવાની અને મહિલા ભાગ્ય લક્ષ્મી યોજનામાં એક લાખની સહાય વધારીને બે લાખ કરવાની જાહેરાત કરી હતી. ખેડૂત લક્ષી યોજનામાં એક લાખ સુધીનું ઋણ માફ કરવા અંગે વિચારણા હાથ ધરાશે. આમ ખેડૂતો, મહિલા અને યુવાલક્ષી ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે.