દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનુ કેર
Live TV
-
દેશના ઉત્તરીય હિસ્સાના ,કેટલાક રાજ્યો, મોસમના મારથી બેહાલ થયા છે
દેશના ઉત્તરીય હિસ્સાના ,કેટલાક રાજ્યો, મોસમના મારથી બેહાલ થયા છે. આંધી તોફાનથી 100 કરતાં વધારે ,લોકોએ જીવ ગુમાવ્યા છે, અને 400થી વધારે ઘાયલ થયા છે સાથે જ કરોડો રૂપિયાની ,સંપત્તિને નુકસાન થયું છે.પ્રધાન મંત્રીએ જાનમાલના નુકસાન અંગે, શોક વ્યક્ત કર્યો હતો. સંબંધિત રાજ્ય સરકારોએ, યુદ્ધના ધોરણે રાહત અને ,બચાવ કામગીરી હાથ ધરી છે.બુધવારે, રાત્રે આવેલી આંધી અને ,તોફાનમાં સૌથી વધારે જાનમાલની ખુવારી ,આગરા જિલ્લમાં થઈ છે. જ્યાં 36 લોકોના મોત થયાં છે, અને 150 પશુઓનાં પણ મોત થયાં છે. ઓ આતરફ આંધ્ર અને તેલંગાણામાં પણ વરસાદ - વાવાઝોડાના કારણે 10 લોકોના મોત થયા છે.
યોગી આદિત્યનાથે પ્રભાવિત જિલ્લાના ,જિલ્લા અધ્યક્ષો અને અધિકારીઓને ,રાહત અને બચાવ કામગીરીના ,આદેશ આપી દીધા છે.
ભરતપુર, ધોલપુર અને અલવલ જિલ્લાઓ ,સૌથી વધુ પ્રભાવિત થયા છે. મૌસમ વિભાગે હજુ 48 કલાક દરમિયાન ,આ જિલ્લાઓમાં ફરીથી વરસાદ અને તોફાનની આગાહી કરી છે.