રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ આફ્રિકન દેશનો પ્રવાસ કરીને સ્વદેશ પરત
Live TV
-
આફ્રિકી દેશો સાથે ભારતના સંબંધો બન્યા વધુ મજબૂત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ત્રણ આફ્રિકન દેશનો પ્રવાસ કરીને ,સ્વદેશ પરત ફર્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઝામ્બીયાના રાષ્ટ્રપતિ સાથે મળીને ,એક મહત્વપૂર્ણ યોજનાની આધારશીલા રાખી હતી. આ યોજના હેઠળ 93 કિલોમીટર લાંબી, એક સડક યોજનાનું નિર્માણ થશે. જેથી લોશાકા શહેરમાં, ટ્રાફિકની સમસ્યા દૂર થશે. 289 મિલિયન ડોલરની કિંમતે નિર્માણ થનાર ,આ સડક યોજનામાં ,ભારત સરકાર 250 મિલિયન ડોલર, ખૂબ જ ઓછા વ્યાજે આપી રહી છે. આ યોજનાનું નિર્માણ, ભારત અને ઝામ્બિયાની સરકાર ,સાથે મળીને કરી રહી છે