પ્રધાનમંત્રી દિલ્હીમાં અલીપુર રોડ પર ડૉ. આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું ઉદઘાટન કરશે
Live TV
-
બહારથી પુસ્તક જેવા દેખાતા આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે તમે ત્રણ સ્થળે ડૉ.આંબેડકરને 3ડી માં લાઈવ સાંભળી શકશો
ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિનાં પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજ રોજ દિલ્હીમાં 26, અલીપુર રોડ પર ડૉ. આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું ઉદઘાટન કરશે.આ એ સ્થળ છે, જ્યાં ડૉ. આંબેડકરે 6 ડિસેમ્બર, 1956નાં રોજ મહાપરિનિર્વાણ ધારણ કર્યું હતું.26, અલીપુર રોડ પર સ્થિત ડૉ. આંબેડકર મહાપરિનિર્વાણ સ્થળ ડિસેમ્બર, 2003માં ભારતનાં તત્કાલિન પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયીએ દેશને અર્પણ કર્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 માર્ચ, 2016નાં રોજ આ સ્મારકનું ખાતમુહૂર્ત કર્યું હતું.ભારતનાં બંધારણનાં ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરનાં સ્મારકને પુસ્તકનો આકાર આપવામાં આવ્યો છે.સ્મારકમાં સંગ્રહાલયનો આશય સ્થિર મીડિયા, ગતિશીલ મીડિયા, ઓડિયો-વિઝ્યુઅલ કન્ટેન્ટ અને મલ્ટિમીડિયા ટેકનોલોજીનાં વિસ્તૃત ઉપયોગ મારફતે ડૉ. આંબેડકરનાં જીવનકવનનો સંપૂર્ણ અનુભવ તથા ભારતને તેમનાં યોગદાનને પ્રદર્શિત કરવાનો છે.અહીં ધ્યાન કક્ષ પણ તૈયાર કરવામાં આવ્યો છે. તોરણ દ્વાર, બોધિવૃક્ષ, સંગીતમય ફુવારો અને ઝળહળતો પ્રવેશદ્વાર મુલાકાતીઓ માટે સ્મારકને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે.
રાજધાની દિલ્હીના અલીપુર રોડ પર ડૉ.બી.આર.આંબેડકર નેશનલ મ્યુઝિમ બનીને તૈયાર થઈ ગયુ છે..ત્યારે યુટ્યુબ પર વિડિયો ખૂબ જોવાઈ રહ્યો છે..બહારથી પુસ્તક જેવા દેખાતા આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે તમે ત્રણ સ્થળે ડૉ.આંબેડકરને 3ડી માં લાઈવ સાંભળી શકશો..તેમાં આંબેડકરની મૂળ અવાજનું મિક્સિંક કરવામાં આવ્યુ છે..મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતા જ બોધી વૃક્ષની નીચે ડૉ.આંબેડકરની 12 ફૂટની પ્રતિમા જોવા મળશે..25 મહિનાની મહેનત બાદ 100 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ મ્યુઝિમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમાં બે મત નથી..તાજેતરમાં જ એક સમારોહમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે તેમની સરકારે આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવ્યું છે જેનો વિચાર અટલ બિહારી સરકાર વખતે કરવામાં આવ્યો હતો. બાબાસાહેબ આંબેડકરની યાદમાં અમારી સરકારે અનેક યોજનાઓ પૂરી કરીને તેમને ઉચિત સ્થાન આપ્યું છે. દિલ્હીમાં 26, અલીપુર રોડ પર આવેલા જે મકાનમાં બાબાસાહેબે અંતિમ શ્વાસ લીધા હતા તેને આંબેડકર જયંતીની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. અગાઉની યુપીએ સરકારે વર્ષો સુધી આ યોજનાને આગળ વધારી નહોતી.