આયુષ્યમાન ભારત યોજનાથી ગરીબ લોકો માટે ફાયદાકારક : પીએમ મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેન્નઈ ખાતે કેન્સર હોસ્પિટલના નવા ભવનનુ ઉદ્ધાટન કર્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, તેમની સરકાર કેન્સરના દર્દીઓની, સસ્તી સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે.
કેન્દ્ર સરકાર આયુષ્યમાન ભારતના કાર્યક્રમ દ્વારા ભારતના નાગરિકોના સ્વાસ્થ્ય સુવિધાઓ માટે પ્રગતિશીલ પગલાં લઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી ચેન્નઇમાં અડયાર કેન્સર સેન્ટરના હીરક જયંતિ મહોત્સવમાં સામેલ થયા હતા અને તેમણે કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આયુષ્યમાન ભારત યોજનાથી દેશના ગરીબ લોકોને ફાયદો થશે.