અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી
Live TV
-
પ્રિયંકા ચોપડા ફિલ્મોમાં કામ કરવાની સાથે અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી છે. આ સાથે જ તેઓ યુનિસેફની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ સુપર સ્ટાર બની ચુકેલી પ્રિયંકા ચોપાડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી છે. પ્રિયંકા ચોપડાએ પીએમ મોદી સાથે મુલાકાતની તસ્વીર ટ્વીટર પર શેર કરી પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રિયંકાએ લખ્યું કે, પાર્ટનર્સ ફોરમ આ વર્ષે ડિસેમ્બરમાં નવી દિલ્હી ખાતે આયોજીત થવાનું છે, જેનું ઉદ્દેશ્ય ખૂબ મહત્વનો છે. પ્રિયંકા ચોપડાએ પીએમ મોદી સાથે માતૃત્વ, નવજાત શિશુ અને શિશુના સ્વાસ્થ્યને લગતા તેમના ફોરમને લઇને વાતચીત કરી હતી. આ પાર્ટનર્સ ફોરમ મહિલાઓ અને બાળકોના લાઈફ સ્ટેજમાં ક્વોલિટી હેલ્થકેરમાં સુધારા માટે કામ કરે છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક