પીએમ મોદીના હસ્તે ચેન્નાઈમાં 10માં ડિફેન્સ એક્સપોનો પ્રારંભ
Live TV
-
ચેન્નાઈમાં શરૂ થયેલા ડિફેન્સ એક્સપોમાં રક્ષા પ્રણાલીઓ અને ઉપકરણના નિર્ણાયકના રૂપમાં ભારતની ક્ષમતાઓને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચેન્નાઈમાં દશમાં ડિફેન્સ એક્સપોનો પ્રારંભ કરાવ્યો હતો. આ એક્સપો ઉદઘાટનમાં રક્ષામંત્રી નિર્મલા સિતારમણ, તામિલનાડુના ગર્વનર બનવરીલાલ પૂરોહિત, તામિલનાડુના સીએમ પલ્લાની સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. ડિફેન્સ એક્સપો-2018નો મુખ્ય વિષય છે રક્ષા ઉત્પાદનના કેન્દ્રમાં ઉભરી રહેલું ભારત, જેમાં રક્ષા પ્રણાલીઓ અને ઉપકરણના નિર્ણાયકના રૂપમાં ભારતની ક્ષમતાઓને પ્રદર્શિત કરવામાં આવશે. ભારત અત્યાર સુધી બીજા દેશો પાસેથી આ ઉપકરણોની આયાત કરતું રહ્યું છે, પણ ભારત હવે રક્ષા ઉપકરણનો નિર્માણ અને નિર્યાત કરવામાં પણ સક્ષમ છે. રક્ષામંત્રીએ ખાનગી ક્ષેત્રની કંપનીઓને ભારતીય ટેકનિક વધારવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, સરકાર રક્ષા ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓને પ્રોત્સાહિત કરી રહી છે.