પીએમ મોદી અને BJP સાંસદોનો એક દિવસનો ઉપવાસ
Live TV
-
સંસદમાં વિપક્ષના સતત હોબાળાને કારણે બજેટ સત્રની કાર્યવાહી ખોરવાતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપવાસ પર ઉતર્યા છે. પ્રધાનમંત્રી નરેદ્ર મોદી અને પાર્ટીના તમામ સાંસદો ઉપવાસ કરી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના અન્ય સાંસદો સાથે દિવસભરનો ઉપવાસ પર છે. આ ઉપવાસ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીમાં વિક્ષેપ નાખવાના વિપક્ષના વિરોધમાં થઇ રહ્યા છે. પ્રધાનમંત્રી પોતાના કાર્યાલયમાં કામ કરતાં કરતાં ઉપવાસ કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કર્ણાટકના હુબલીમાં પ્રતિક ઉપવાસ પર બેઠા છે, તો પાર્ટીના તમામ સાંસદો પોત-પોતાના મત વિસ્તારમાં પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે. પાર્ટીનું કહેવું છે કે, વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસને લોકો સામે ખુલ્લી પાડવા માટે આ રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના વિરોધના કારણે સંસદનું બજેટ સત્ર ચાલી શક્યું ન હતું.