યુવાઓના ખંત અને ઉત્સાહ માટે મુદ્રા યોજના શરૂ કરવામાં આવી : પીએમ
Live TV
-
નવી દિલ્હીમાં એક સમારોહમાં દેશના 100થી વધુ મુદ્રા યોજના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, યુવાનોને રોજગાર ક્ષેત્રે નવી દિશા મળે તે માટે મુદ્રા યોજના ખૂબ જ ઉપયોગી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં એક સમારોહમાં દેશના 100થી વધુ મુદ્રા યોજના લાભાર્થીઓ સાથે વાતચીત કરતાં તેઓને ઉત્સાહને બિરદાવ્યો હતો. અને કહ્યું કે તમારા જેવા યુવાઓના ખંત અને ઉત્સાહ માટે મુદ્રા યોજના ખોલવામાં આવી છે. આપણે રચનાત્મકતા તરફ આગળ વધવું જોઇએ. આમ કહી પ્રધાનમંત્રીએ આ યુવાઓનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રધાનમંત્રી મુદ્રા યોજના એ ગેરેંટી વગર સરળ લોન ઉપલબ્ધ કરાવી યુવાનોમાં વેપારની ભાવના વધારવાની કેન્દ્ર સરકારની મુખ્ય પહેલ છે. આ વર્ષે 23 માર્ચ સુધી રૂપિયા ચાર કરોડ 53 લાખથી વધુ લોન આપવામાં આવી છે, જેનાથી આ લોન રૂપિયા બે લાખ 28 હજાર કરોડથી ઉપર પહોંચી ગઈ છે. આ યોજના દ્વારા લાભાર્થીઓને રૂપિયા બે લાખ 20 હજારથી વધુની રકમ આપવામાં આવી છે. આઠ એપ્રિલ 2015થી શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ શિશુ, કિશોર અને તરૂણ એમ ત્રણ શ્રેણીઓમાં લોન આપવામાં આવે છે. આ યોજનામાં આવક વધારવા રૂપિયા 10 લાખ સુધીની તમામ લોન પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ આપવામાં આવે છે.