Skip to main content
Settings Settings for Dark

સંસદમાં વિપક્ષના હોબાળાથી પીએમ મોદી 12 એપ્રિલે કરશે ઉપવાસ

Live TV

X
  • સંસદમાં વિપક્ષના સતત હોબાળાને કારણે બજેટ સત્રની કાર્યવાહી ખોરવાતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપવાસ કરશે. પ્રધાનમંત્રી નરેદ્ર મોદી અને પાર્ટીના તમામ સાંસદો 12 એપ્રિલના રોજ ઉપવાસ કરી વિરોધ વ્યક્ત કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના રાબેતામુજબના કાર્યો ચાલુ રાખીને એક દિવસના ઉપવાસ કરશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ કર્ણાટકના હુગલી ખાતે ધરણા કાર્યક્રમમાં ભાગ લેશે. તો ભાજપના સાંસદ 12 એપ્રિલના રોજ પોતાના સંસદીય મત વિસ્તારમાં ધરણા અનશન કાર્યક્રમમાં ભાગ લેશે. 

    ઉલ્લેખનિય છે કે, બજેટ સત્ર દરમિયાન વિરોધપક્ષે સતત હોબાળો કરતાં સમગ્ર બજેટસત્ર દરમિયાન સંસદીય કાર્યવાહી ખોરવાઇ હતી. વિરોધપક્ષના આ વલણ સામે વિરોધ વ્યક્ત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને ભાજપાના સાંસદો 12 એપ્રિલ ધરણા અને અનશન કરશે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
apply