Skip to main content
Settings Settings for Dark

લોકસભા અધ્યક્ષે સાંસદ પશુપતિ પારસને LJPના સંસદીય દળના નેતા રૂપમાં માન્યતા આપી

Live TV

X
  • પશુપતિ પારસના નેતૃત્વમાં LJPના 6 સાંસદોમાંથી 5 સાંસદોએ પાર્ટી સાથે બળવો કર્યો હતો.

    લોકસભા અધ્યક્ષે સાંસદ પશુપતિ પારસને LJPના સંસદીય દળના નેતા રૂપમાં માન્યતા આપી છે. પશુપતિ પારસના નેતૃત્વમાં LJPના 6 સાંસદોમાંથી 5 સાંસદોએ પાર્ટી સાથે બળવો કર્યો હતો. 

    લોકજન શક્તિ પાર્ટીના દિવંગત નેતા રામવિલાસ પાસવાનના નાના ભાઈ પશુપતિ પારસને લોકસાભામાં સંસદીય દળના નેતા તરીકે માન્યતા મળી છે. આ પહેલાં પશુપતિ પારસના નેતૃત્વમાં LJPના 6 સાંસદોમાંથી 5 સાંસદોએ પાર્ટી સાથે બળવો કર્યો હતો. જેમાં રામવિલાસ પાસવાના પુત્ર ચિરાગ પાસવાનને સાઈડલાઈન કરવા માટે લોકસભામાં સંસદીય દળના નેતા તરીકે પશુપતિ પારસને માન્યતા મળે તેવી માંગ કરાઈ હતી. હવે લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને સંસદીય દળના નેતા તરીકે માન્યતા મળતાં ચિરાગ પાસવાનની જગ્યા પશુપતિ પારસે લીધી છે. હવે સંસદીય કાર્યવાહીમાં LJPના નેતા તરીકે પશુપતિ પારસ કામ કરશે.

    લોકજન શક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હવે ચિરાગ પાસવાને તેમની માતા રીના પાસવાનનો પ્રસ્તાવ મુક્યો છે. ઉલ્લેખનીય છેકે છેલ્લા ઘણા સમયથી લોકજન શક્તિ પાર્ટીમાં અધ્યક્ષ અને સંસદીય દળના નેતા અંગે વિવાદ ચાલી રહ્યો છે.

    લોકજન શક્તિ પાર્ટીએ બિહારમાં દલિત લોકો માટે કામ કરતી એક મોટી પાર્ટી છે અને તેની સ્થાનપના સ્વ. રામવિલાસ પાસવાને કરી હતી. હાલ લોકજન શક્તિ પાર્ટીના 6 સાંસદો લોકસભામાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply