વડાપ્રધાન બુદ્ધ પૂર્ણિમાની ઉજવણીમાં સામેલ થશે, લુંબિનીમાં વિશેષ કાર્યક્રમ
Live TV
-
આજે બુદ્ધ પૂર્ણિમાનો પર્વ છે. રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાને આ પ્રસંગે દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણીમાં સામેલ થશે.
વૈશાખ મહિનાની પૂનમ બુદ્ધ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. આ જ દિવસે ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો તથા આ જ દિવસે બોધ ગયામાં પીપળાના વૃક્ષ તળે તેમને બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ હતી. આ જ દિવસે ભગવાન બુદ્ધે કુશીનગરમાં મહાપ્રયાણ કર્યું હતું. આજે દાનપુણ્ય તથા ધર્મ કર્મ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ નિમિત્ત દેશવાસીઓને શુભકામના પાઠવી હતી.
નેપાલન વિવિધ વિસ્તારોમાં પણ બુદ્ધ પૂર્ણિમા મનાવવામાં આવી રહી છે. ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુંબિનીના પ્રસિદ્ધ માયા મંદિરમાં સેંકડોની સંખ્યામાં લોકો પ્રાર્થના કરી રહ્યા છે. ઇસવીસન પૂર્વે 563માં મહારાણી માયા દેવીએ ગૌતમ બુદ્ધને જન્મ આપ્યો હતો. પ્રસિદ્ધ માયા મંદિરમાં એ જ સ્થળે છે જ્યાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. યૂનેસ્કોએ આ મંદિને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી છે. દર વર્ષે દુનિયાભરમાંથી હજારોની સંખ્યામાં લોકો આ મંદિરના દર્શને આવે છે.
મંદિરની પાસે પુષ્કરણી સરોવર છે. કહેવાય છે કે ગૌતમ બુદ્ધને જન્મ આપતા પહેલા રાણી માયા દેવીએ આ સરોવરમાં સ્નાન કર્યું હતું. ઇસવીસન પૂર્વે 249માં સમ્રાટ અશોકે લુંબિનીની મુલાકાત લઈને એક સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું.