Skip to main content
Settings Settings for Dark

વન સંશાધન પ્રબંધનમાં જનજાતીય સમુદાયોને વધુ અધિકાર આપવા માટે ઘોષણાપત્ર પર થયાં હસ્તાક્ષર

Live TV

X
  • કેન્દ્ર સરકારે વનસંસાધનના વ્યવસ્થાપનમાં જનજાતીય સમુદાયોને વધુ અધિકાર આપવાનો નિર્ણય કર્યો છે. જનજાતીય કાર્યમંત્રી અર્જુન મુંડા, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા દિલ્હીમાં સંયુક્ત ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

    કેન્દ્ર સરકારે વનસંસાધનના વ્યવસ્થાપનમાં જનજાતીય સમુદાયોને વધુ અધિકાર આપવાનો નિર્ણય કર્યો છે.  જનજાતીય કાર્યમંત્રી અર્જુન મુંડા, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા દિલ્હીમાં સંયુક્ત ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે જનજાતીય કાર્યમંત્રી અર્જુનમુંડાએ જણાવ્યુ કે આજથી નવા અધ્યાયની શરૂઆત થઇ રહી છે. જનજાતીય સમુદાય નૈસર્ગિક વ્યવસ્થા સાથે કોઇ છેડછાડ કરતા નથી. તેઓને નૈસર્ગિક અધિકારોથી વંચિત ન રાખી શકાય. તો પ્રકાશ જાવડેકરે સંબોધન કરતા જણાવ્યુ કે આદિવાસીઓએ જંગલોની રક્ષા કરી છે અને આજે પણ જંગલોનું રક્ષણ કરી રહ્યા છે. વન અને જનજાતીય વિભાગે ગ્રામ સભાઓની સાથે મળીને કામ કરવાનું છે.  આ સંયુક્ત પત્રથી વન અધિકાર અધિનિયમને વધુ બળ મળશે. મહત્વનુ છે કે આ ઘોષણા પત્ર અનુસુચિત જનજાતિ અને અન્ય પારંપરિક વનવાસી અધિનિયમ 2006ના પ્રભાવી લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ અધિનિયમને સામાન્ય રીતે વનઅધિકાર અધિનિયમના  નામથી ઓળખવામાં આવે છે. જે અનુસૂચિત જાતિઓ અને અન્ય પરંપરાગત વનવાસીઓને જંગલના હક્ક અને જંગલની જમીન પરના કબજાને માન્યતા આપે છે. પેઢીઓથી જંગલોમાં વસતા લોકોના હક્કની નોંધણી થઈ શકી નથી પરિણામે તેમને આ કરારથી અધિકાર મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply