વિમાન સફરમાં હવે થઈ શકશે મોબાઈલ કૉલ અને ઇન્ટરનેટનો ઉપયોગ
Live TV
-
વિમાનમાં પ્રવાસ કરતા મુસાફરો હવેથી ઉડાણ સમયે મોબાઈલ સેવાનો લાભ લઈ શકશે. TRAIને દર ત્રણ મહિને લગભગ 1 કરોડ જેટલી ફરિયાદ મળતી હતી, જેના કારણે આ નિર્ણય લેવાયો
ટેલિકોમ કમિશને મંગળવારે વિમાન સફરમાં મોબાઇલ કોલિંગ અને ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તે માટે ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ સરકારને આ અંગે ભલામણ કરી હતી. એટલે કે, હવેથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય વિમાની સફર દરમિયાન પ્રવાસી મોબાઇલ પર વાતચીત કરી શકશે તેમજ ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકશે. આ ઉપતાં ટેલિકોમ સેક્ટરની ફરિયાદોના નિવારણ માટે એક લોકપાલ પણ નિયુક્ત કરાશે.