દમણમાં મજૂર દિવસની ઉજવણીઃ રાજ્યપાલ આનંદીબેન-મંત્રી સ્મૃતિ ઈરાનીએ આપી હાજરી
Live TV
-
દમણ ભાજપના સંયુક્ત ઉપક્રમે મજદૂર દિવસ અને આયુષ્માન ભારત દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
દમણમાં આજે ૧ લી મે મજદૂર દિવસ નિમિત્તે વિવિધ સરકારી યોજનાઓનું કાપડ અને માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની તથા મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે મજૂરો માટે, માતાઓ બહેનો માટે વિવિધ સરકારી યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દમણમા ડાભેલના સુભાષચંદ્ર બોઝ ખાતે દમણ પ્રશાસન, ડાભેલ ગ્રામપંચાયત અને દમણ ભાજપના સંયુક્ત ઉપક્રમે મજદૂર દિવસ અને આયુષ્માન ભારત દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આનંદીબેને જણાવ્યું હતું કે દમણમાં કામ કરતા અન્ય રાજ્યોના કામદારો માટે સરકારે સસ્તાભાડામાં કામદાર આવાસ યોજના, કામદારો માટે પોષ્ટિક આહાર મળી રહે તે માટે પોષણ શ્રમ આહાર યોજના કે જેમા ૧૦ રૂપિયામાં ભરપેટ ભોજન મળશે તેમજ માતાઓ બહેનો માટે સ્વાસ્થ્ય સંબંધિત સારવાર માટે મોબાઇલ મેડીકલ સુવિધા પુરી પાડી છે જેનાથી કામદાર ભાઇઓનુ તેમજ તેમના પરિવારોનું જીવનધોરણ સુધારી શકાય છે. આ પ્રસંગે ઉપસ્થિત કાપડ તેમજ માહિતી અને પ્રસારણમંત્રી સમૃતિ ઇરાનીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની વિકાસની ગાથા રજૂ કરી હતી અને દમણને મીની ભારતની ઉપમા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દમ઼ણમા કામ કરતા ૭૦ હજાર જેટલા કામદારોને આજે સરકારની વિવિધ યોજનાઓના લાભ મળ્યા છે. આ તમામ દેન એવા વડાપ્રધાનની છે, જેમણે પોતે ગરીબાઇ જોઈ છે અને ગરીબીમા રેલ્વે સ્ટેશને ચા વેચી પરિવારને ગુજરાન ચલાવવામા મદદ કરી છે. કાર્યક્રમ દરમ્યાન સ્વાસ્થ્ય વિમા યોજના, વડાપ્રધાન આવાસ યોજના, આયુષ્માન ભારત દિવસ યોજના, જીવનજ્યોતી યોજના, કન્યા જન્મોત્સવ યોજના, પોષણ શ્રમ આહાર યોજના સહીતની વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરી તેમના લાભાર્થીઓને ૫ હજાર થી ૫ લાખના વિમા કવચ સુધીની યોજનાઓનું લોકાર્પણ અને ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા તો, મજદૂર દિવસ નિમિત્તે વિવિધ ઔદ્યોગિક એકમોમા સારી કામગીરી બજાવનાર કર્મચારીઓને એવોર્ડ આપી સન્માનિત્ત કરાયા હતા.